Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 2:17 - કોલી નવો કરાર

17 પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 2:17
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે.


કેમ કે, એણે બધાય લોકો ઉપર અધિકાર દીધો, જે ઈ મને આપ્યુ છે તેઓ બધાયને ઈ અનંતકાળનું જીવન દેય.


પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


તઈ બિનયહુદીઓ ઉપર પવિત્ર આત્મા ઉતરયો ઈ જોયને સુન્‍નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની હારે આવ્યા હતા, ઈ બધાય સોકી ગયા.


ઈ દિવસોમાં થોડાક વિશ્વાસી જે આગમભાખીયા હતાં, યરુશાલેમ શહેરથી અંત્યોખ શહેરમાં આવ્યા.


એનામાંથી એક આગાબાસ નામનાં આગમભાખીયાએ ઉભા થયને પવિત્ર આત્માની દોરવણીથી ઈ બતાવ્યું કે, આખા જગતમાં મોટો દુકાળ પડશે, અને ઈ દુકાળ કલોડિયસ રાજાના વખતમાં પડયો.


પણ આ તો ઈ જ વાત છે, જે યોએલ આગમભાખીયાના દ્વારા શાસ્ત્રમાં પરમેશ્વરે કીધી હતી.


ઈ દિવસોમાં હું મારા ચાકર અને ચાકરડીને મારી આત્મા આપય અને ઈ આગમવાણી કરશે.


હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.


એની સ્યાર કુવારી દીકરીઓ હતી, જે આગમવાણી કરતી હતી.


આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.


કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે.


મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ.


પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.


તમારા હોના અને સાંદીને કાટ સડી ગયુ, ઈ કાટ ન્યાયના વખતે તમારી વિરુધ સાક્ષી આપશે અને તમારા દેહને આગમાં બાળી દેહે. જે તમે છેલ્લા દિવસોમાં તમારી પુંજી ભેગી કરી છે.


બધાયથી ખાસ વાત ઈ છે કે, તમે હમજો છો કે, છેલ્લા વખતમાં થોડાક દિવસ પેલા કેટલાક એવા લોકો જોવામાં આયશે, જેના જીવન તેઓની પોતાની ભુંડી ઈચ્છાઓની કાબૂમા છે, ઈ એના પાછા આવવાના વિસારની ઠેકડી ઉડાડશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ