કેમ કે હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને એનાથી બીતો હતો, અને સિપાયોને એનુ રક્ષણ કરવા હાટુ લગાડયા, અને દરવખતે જઈ રાજા હેરોદ યોહાને બોલતા હાંભળતો, તઈ ઈ બોવ બીય જાતો, તો પણ એને આનંદથી હાંભળતો.
જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા.
જેઓ મુળ યહુદી અને આપડામાના કેટલાક બિનયહુદી એટલે કે, જેઓએ યહુદી લોકોના નિયમને અપનાવી લીધો, ક્રીત ટાપુના લોકો અને અરબ દેશના હોતન છે, પણ પોત પોતાની ભાષામાં એનાથી પરમેશ્વરનાં સમત્કારોની સરસા હાંભળી છયી.