Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 2:10 - કોલી નવો કરાર

10 આપડામાના કેટલાક ફ્રુગિયાના અને પમ્ફૂલીયા પરદેશના, અને બીજા મિસર દેશના અને કુરેની શહેરની નજીકના લીબિયા દેશના. હજી આપડામાના બીજા જેઓ રોમન શહેરથી યરુશાલેમ શહેર આવનારા બધાય યહુદી પ્રવાસી,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 2:10
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ હેરોદ રાજાનું મોત થાય ન્યા હુધી મિસર દેશમાં જ રે ઈ હાટુ, પરમેશ્વરે આગમભાખીયો હોશીયા દ્વારા બોવ પેલા કીધુ હતું, ઈ પુરૂ થયુ કે, “મિસર દેશમાંથી મે મારા દીકરાને બોલાવ્યો છે.”


ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, એક ચેલો બનાવવા હાટુ તમે બધી જગ્યાએ ફરીને યાત્રાઓ કરો છો અને જઈ તેઓ વિશ્વાસ કરે છે, તઈ તમે એને પોતાના કરતાં બે ગણો નરકમાં જાવા લાયક માણસ બનાવો છો.


જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો.


જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ ગામડામાંથી યરુશાલેમ શહેરમાં આવતો હતો, અને ઈ એલેકઝાંડર અને રૂફસનો બાપ હતો સિપાયોએ એને હુકમ કરયો કે, ઈ વધસ્થંભ ઉપાડીને ઈ જગ્યા હુધી લય જાય જ્યાં તેઓ ઈસુને વધસ્થંભે જડવામાં આયશે.


પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.


અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


પાઉલ અને એના સાથીઓ પાફોસ શહેરથી દરિયાની યાત્રા સાલું કરી, અને ઈ પમ્ફૂલીયા પરદેશના પેર્ગા શહેરમાં પુગી ગયા. ન્યાંથી યોહાન માર્ક એને મુકીને યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો.


અને જઈ મંડળી જુદી પડી, તો યહુદી લોકો અને બિનયહુદીમાંથી યહુદી બનેલા ભજનકરનારા લોકોમાંથી બોવ બધાય પાઉલ અને બાર્નાબાસની વાહે-વાહે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, તેઓએ ઈ લોકોની હારે વાતો કરીને હંમજાવ્યા કે, પરમેશ્વરની કૃપામાં બનેલા રયો.


એની પછી તેઓ પિસિદિયાની જગ્યાએ થયને પમ્ફૂલીયાની જગ્યામાં પુગ્યા.


પણ પાઉલને એને જે પમ્ફૂલીયા પરદેશમા એનાથી અલગ પડી ગયા હતાં, અને કામ ઉપર એની હારે નો ગયા, એને હારે લય જાવું ઠીક નોતુ લાગતું.


પાઉલ અને એના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પરદેશોમા થયને ગયા, કેમ કે પવિત્ર આત્માએ એને આસિયા પરદેશમા વચન હભળાવવાની ના પાડી હતી.


(ઈ હાટુ કે બધાય આથેન્સમાં રેનારા અને પરદેશી જે ન્યા રેતા હતાં, ઈ નવી-નવી વાતો કેવા અને હાંભળવાની સિવાય બીજા કોય પણ કામમા વખત કાઢતાં નોતા.)


ન્યા એને આકુલા નામનો એક યહુદી માણસ મળયો, જેનો જનમ પુન્તુસ પરદેશમા થયો હતો, ઈ પોતાની બાયડી પ્રિસ્કીલાની હારે ઈટાલી દેશમાંથી આવ્યો હતો, કેમ કે, કલોડિયસ રાજાએ બધાય યહુદી લોકોને રોમ રાજ્યમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી હતી, ઈ આજ્ઞાને કારણે ઈ કરિંથ શહેરમાં આવ્યા.


પછી થોડાક દિવસ રયને ઈ એલેકઝાંન્ડ્રિયા શહેરમાંથી વયો ગયો, અને એક બાજુ ગલાતિયા અને ફ્રુગિયામાં પરદેશોમાંથી થાતા બધાય વિશ્વાસી લોકોને વિશ્વાસમા મજબુત કરતો ગયો.


જેઓ મુળ યહુદી અને આપડામાના કેટલાક બિનયહુદી એટલે કે, જેઓએ યહુદી લોકોના નિયમને અપનાવી લીધો, ક્રીત ટાપુના લોકો અને અરબ દેશના હોતન છે, પણ પોત પોતાની ભાષામાં એનાથી પરમેશ્વરનાં સમત્કારોની સરસા હાંભળી છયી.


ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”


અને કિલીકિયા અને પમ્ફૂલીયાની શહેરોના દરિયા કાંઠેથી થયને મૂરા શહેરના જે લુકિયા પરદેશમા થયને પુગ્યા.


રોમ શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ બહેનોએ હાંભળ્યું કે, અમે ન્યા આવી રયા છયી, તો ઈ અમને મળવા અને અમને રોમ શહેરમાં લય જાવા હાટુ આપ્પિયસ શહેરની બજાર અને ત્રણ સ્યાર શહેર લગી હામાં આવ્યા, જેને જોયને પાઉલે પરમેશ્વરનો આભાર માન્યો અને બોવ રાજી થયો.


આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.


પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.


ઈ હાટુ હું તમને પણ જે રોમ શહેરમાં રયો છો, હારા હમાસાર હંભળાવવા હાટુ ઉતાવળે તૈયાર છું.


હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


અને જઈ ઈ રોમ શહેરમાં આવ્યો, તઈ એણે બોવ મેનતથી મને ગોત્યો અને મને મળવા આવ્યો.


એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ