પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
જઈ એણે આ વાત હાંભળી તઈ એણે; એક હારે જોરથી રાડ નાખીને પરમેશ્વરને પ્રાર્થનામાં કીધું, “હે પરભુ, તુ ઈ જ છો જે આભ, જગત, દરિયો અને જે કાય એમાનુ છે ઈ બધુય બનાવ્યું છે.
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.
ગમાડેલા ચેલાઓ દ્વારા સમત્કાર અને અદભુત કામો લોકોને બતાવવામાં આવતાં હતાં, અને બધાય વિશ્વાસી લોકો એક મનના થયને સુલેમાનના ઓસરી; જે મંદિરના ફળીયામાં હતી ન્યા ભેગા થાતા.
ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.