41 આ કયને એણે મંડળીને રજા આપી દીધી.
મને બીક છે કે અધિકારીઓ આ બધીય દેકારાની વિષે હાંભળશે અને કેહે કે, આપડે રોમી સરકારની હામે જાવાની કોશિશ કરી રયા છયી, ઈ હાટુ કે હુલ્લડનું કોય કારણ નથી, અને અપાડે આ ટોળામાં ભેગા થાવાનો કોય જવાબ નો આપી હકશે.”
જઈ દેકારો બંધ થયો તો પાઉલે ચેલાઓને બોલાવીને પ્રોત્સાહિત કરયા, અને એનાથી રજા લયને મકદોનિયા પરદેશમા વયો ગયો.