4 પાઉલે કીધું કે, “યોહાને ઈ લોકોને જળદીક્ષા દીધી, જેઓએ પાપ કરવાનું મુકી દીધુ, અને પરમેશ્વરની બાજુ વળી ગયા, અને એને પણ આ કીધું કે, એના ઉપર વિશ્વાસ રાખો જે આની પછી આવવા વાળો છે, જે ઈસુ મસીહ છે.”
યોહાને એના વિષે સાક્ષી આપી, અને રાડો પાડીને કીધું કે, “આ ઈજ છે, જેનું મે વરણન કરયુ કે, જે મારી પછી આવે છે, ઈ મારી કરતાં પણ મહાન છે કેમ કે, ઈ મારી પેલા હયાત હતો.”