38 ઈ હાટુ દેમેત્રિયસ અને એની હારે કારીગરોને કોયના વિરોધમાં કાય ફરિયાદ કરવી હોય તો, તો ન્યાયલયમાં જઈ હકે છે, અને એની ફરિયાદને હાંભળવા હાટુ અધિકારી પણ છે, ન્યા ઈ એકબીજાની ઉપર દોષ લગાડી હકે છે.
ઈ જાદુગર ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલની હારે હતો, જે એક બુદ્ધિશાળી માણસ હતો, અને રાજ્યપાલને બાર્નાબાસ અને શાઉલને પોતાની પાહે બોલાવીને પરમેશ્વરનાં વચન હાંભળવા મંડા.
જો તમારામાંથી કોય એકને બીજા વિશ્વાસી વિરુધ મનભેદ હોય છે, તો તમારે કોય જગતની કોરાટમાં નો જાવું જોયી. તમારે પોતાની મંડળીમાં બીજા વિશ્વાસીઓને પોતાની બાબતોના ન્યાય કરવા હાટુ કેવું જોયી કે, તમારામાંથી કોણ હાસો છે.