અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.
અખાડાની અંદર, બધાય લોકો રાડો નાખતા હતાં, કાય એક વાત હાટુ, તો કાય બીજી વાત હાટુ રાડો નાખતા હતાં, કેમ કે સભામાં મોટી ગડબડ થય રય હતી, અને ઘણાય લોકો તો ઈ પણ જાણતા નોતા કે આપડે કેમ ભેગા થયા છીએ.