26 તમે જોતા અને હાંભળો છો કે ખાલી એફેસસ શહેરમાં જ નય, પણ આસિયા પરદેશના બધાય ગામોમાં આ કયને, આ પાઉલે બોવ લોકોને હંમજાવ્યા અને ભરમાંવ્યા પણ છે કે, માણસોના હાથે બનેલી આ મૂર્તિઓમાં પરમેશ્વર નથી.
“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.
કેમ કે, “આપડે પરમેશ્વરનાં સંતાન છયી ઈ હાટુ આપડે આવું કોય દિવસ નો વિસારવું જોયી કે, ઈશ્વર હોનું, સાંદી કે પાણાની જેવા છે, જેને માણસે પોતાના હાથની કારીગરી અને પોતાની હંમજણ પરમાણે બનાવ્યા.
જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.
તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.
કેમ કે, ઈ લોકો તમારી વિષે બીજા લોકોને ઈ બતાવે છે કે, જઈ અમે તમારી પાહે આવ્યા તઈ તમે અમારો કેવો સ્વાગત કરયો, અને તમે કેવી રીતે મૂર્તિપૂજા મુકીને પરમેશ્વર તરફ વળ્યા, જેથી જીવતા અને હાસા પરમેશ્વરની સેવા કરો.
બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.