25 દેમેત્રિયસે પોતાના કારીગરોને અને બીજા આ રીતે કરનારા બધાય કારીગરોને ભેગા કરીને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે આ કામથી આપડે બોવ રૂપીયા મળે છે.
તમે જોતા અને હાંભળો છો કે ખાલી એફેસસ શહેરમાં જ નય, પણ આસિયા પરદેશના બધાય ગામોમાં આ કયને, આ પાઉલે બોવ લોકોને હંમજાવ્યા અને ભરમાંવ્યા પણ છે કે, માણસોના હાથે બનેલી આ મૂર્તિઓમાં પરમેશ્વર નથી.
આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.
આ ઈ કારણે થાહે કેમ કે, ઈ બાયે જે બાબીલોન શહેર છે, દરેક રાજ્યોના બધાય લોકોને ઈ દ્રાક્ષારસ પીધો છે જે એની મૂર્તિઓનુ ભજન છે, આખી પૃથ્વીના રાજા એના ભુંડા કામોમા ભેગા છે. પૃથ્વીના વેપારીઓ ઈ બાયની વૈભવી વસ્તુઓની ઈચ્છાના લીધે ધનવાન થય ગયા છે.