જઈ અમે પ્રાર્થના કરવાની જગ્યાએ જય રયા હતાં, તો અમને એક નોકરાણી મળી જેમાં એક એવી મેલી આત્મા હતી કે, જેની મદદથી ઈ લોકોનું ભવિષ્ય બતાવતી હતી, અને ઈ પોતાના શેઠ હાટુ બોવ કમાણી કરી દેતી હતી.
ઈ હાટુ દેમેત્રિયસ અને એની હારે કારીગરોને કોયના વિરોધમાં કાય ફરિયાદ કરવી હોય તો, તો ન્યાયલયમાં જઈ હકે છે, અને એની ફરિયાદને હાંભળવા હાટુ અધિકારી પણ છે, ન્યા ઈ એકબીજાની ઉપર દોષ લગાડી હકે છે.