21 જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
ઈ હાટુ એની સેવા મદદ કરવાવાળામાંથી તિમોથી અને એરાસ્તસને મકદોનિયા પરદેશમા પોતાની આગળ મોકલી દીધો, અને પોતે થોડાક દિવસ આસિયા પરદેશના ઈફીસુસ શહેરમાં રય ગયો.
અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા.
કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
ઈ જ રાતે પરભુ ઈસુએ પાઉલની પાહે આવીને કીધું કે, “હે પાઉલ હિમંત રાખ; કેમ કે જેવી તે યરુશાલેમ શહેરમાં સાક્ષી દીધી છે, એવી જ રોમ શહેરમાં પણ સાક્ષી આપવી જોહે.”
જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.
હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.