16 અને જે માણસમાં મેલી આત્મા હતી, ઈ તેઓની ઉપર ઠેકડો મારીને બધાયને કાબુમાં કરી લીધા, અને એને એવો માર મારો કે લુગડા વગરનો અને ઘાયલ થયેલાં ઈ ઘરમાંથી નીકળીને ભાગા.
કેમ કે, ઈસુએ ઈ માણસમાંથી મેલી આત્માને નીકળવાનો હુકમ કરયો હતો કેમ કે, ઈ વારેઘડીયે વળગતું હતું. અને તેઓ એને હાકળોથી અને બેડીઓથી બાંધી રાખતા હતાં, પણ ઈ બંધનો તોડી નાખતો અને ઈ મેલી આત્મા એને વગડામાં લય જાતો હતો.
જે થયું ઈ જોવા હાટુ લોકો બારે નીકળા, અને ઈસુની પાહે ઈ બધાય આવા તઈ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળી હતી, એને ઈસુની પાહે લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.
તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.