અને ઈસુએ ઘણાય લોકો જેઓ જુદા-જુદા રોગથી પીડાતા હતાં, ઈ બધાયને હાજા કરયા, ઈસુએ ઘણાય વળગાડને કાઢયા, પણ ઈસુએ મેલી આત્માને બોલવા દીધી નય કેમ કે, મેલી આત્મા જાણતી હતી કે, ઈ એક ખાલી પરમેશ્વર તરફથી છે.
અને જે માણસમાં મેલી આત્મા હતી, ઈ તેઓની ઉપર ઠેકડો મારીને બધાયને કાબુમાં કરી લીધા, અને એને એવો માર મારો કે લુગડા વગરનો અને ઘાયલ થયેલાં ઈ ઘરમાંથી નીકળીને ભાગા.