Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 18:6 - કોલી નવો કરાર

6 પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 18:6
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


તેઓને ઈસુએ કીધુ કે, “ખરાબ લોકોને ખરાબ રીતેથી નાશ કરશે; અને દ્રાક્ષાવાડીનું ભાગ્યું ખેડુતોને જેઓ આપશે, જે વખત ઉપર એને ફળ આપશે.”


ઈ હાટુ હું તમને કવ છું કે, પરમેશ્વરનું રાજ્ય તમારી પાહેથી લય લેવાહે; અને જે જાતિના લોકો એના ફળ આપશે, તેઓને ઈ આપશે.


ઈ ચાકરોએ બારે મારગમાં જયને હારા-નહરા જેટલાં તેઓને મળ્યા ઈ બધાયને ભેગા કરયા, ઈ હાટુ મેમાનોથી ભોજનાલય ભરાય ગયુ.


તઈ બધાય લોકોએ જવાબ દીધો કે, એનું લોહી અમારે માથે અને અમારા છોકરાઓના માથે આવે.


હું તમને કવ છું કે, ઉગમણી અને આથમણેથી ઘણાય બધા બિનયહુદી માણસો આયશે, અને ઈબ્રાહિમ અને ઈસહાકની અને યાકુબની હારે સ્વર્ગના રાજ્યમાં ખાવાનું ખાહે.


અને ઈ માણસોએ ઈસુની નિંદા કરીને એની વિરુધ બીજુ ઘણુય બધુય કીધું.


“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.”


તઈ પાઉલ અને બર્નાબાસે એની હામે પોતાના પગની ધૂળ ખખેરી નાખી ઈ બતાવવા હાટુ કે, પરમેશ્વરનો તેઓએ નકાર કરયો છે, અને ઈ એને સજા આપશે. પછી ઈ ઈકોનીયા શહેરમાં વયા ગયા.


ઘણીય વાર મે તેઓને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં સજા કરાવી અને એણે મસીહની નિંદા કરવાની કોશિશ કરી. હું એની ઉપર એટલો બધો ગુસ્સે હતો કે, હું તેઓની સતાવણી કરવા હાટુ બીજા શહેરોમાં હોતન ગયો.


પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.


ઈ હાટુ તમે જાણો કે, પરમેશ્વરનાં આ તારણનો સંદેશ બિનયહુદી પાહે મુકવામાં આવ્યો છે, અને ઈ એને માનશે.


પરમેશ્વર ખાલી યહુદીઓનો જ પરમેશ્વર નથી, પણ ઈ બિનયહુદીઓનો પણ પરમેશ્વર છે.


કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે.


આ કારણે તમારા મિત્રો નવાય પામે છે, જઈ તમે એની હારે ઈ ખરાબ વસ્તુઓ કરવામા ભેગા નથી હોતા, જે ઈ કરે છે, એટલે તેઓ તમારી બદનામી કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ