28 આપોલસે શાસ્ત્રથી સાબિત કરીને બતાવ્યું કે ઈસુ જ મસીહ છે, અને જે યહુદી લોકો એનાથી વાદ-વિવાદ કરતાં હતાં, એને વચનથી કય કયને બધાયની હામે એની વાતોનો વિરોધ કરતો ગયો.
વખત હારે ઝખાર્યા અને એલીસાબેતનો બાળક મોટો થયો અને આત્મિક રીતે મજબુત થયો. પછી ઈ ઉજ્જડ પરદેશમા રયો, ન્યા રેતી વખતે પરમેશ્વરનાં ઈઝરાયલ દેશનાં લોકોમા પરસાર કરવા મંડો.
પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
અને પાઉલે તેઓને ખુલાશો આપીને સાબિત કરયુ કે, મસીહે દુખ સહેવું, અને મરણમાંથી પાછુ જીવતું ઉઠવું જરૂરી હતું. એણે કીધું કે, “આ ઈસુ જેના વિષે તમને કવ છું, ઈ જ મસીહ છે.”
જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.
પણ શાઉલ હજીય વધારે તાકાતથી પરચાર કરવા મંડયો, અને ઈસુ ઈ જ મસીહ છે એની વિષે એણે આપેલા પુરાવા એવા ખાતરી દાયક હતાં કે, દમસ્કસ શહેરમાં રેનારા યહુદી લોકોને એણે નવાય પમાડી.