Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 18:24 - કોલી નવો કરાર

24 ઈ વખતે આપોલસ નામનો એક યહુદી માણસ હતો, જેનો જનમ એલેકઝાંન્ડ્રિયા શહેરમાં થયો હતો, જે વિધવાન માણસ હતો અને શાસ્ત્રની આજ્ઞા રાખનારો હતો, ઈ એફેસસ શહેરમાં આવ્યો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 18:24
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”


એણે તેઓને પુછયું કે, “ક્યા બનાઓ?” તેઓએ જવાબ દીધો કે, “ઈ વાતો જે ઈસુ હારે થય, એક માણસ ઈસુ નાઝારી જે આગમભાખીયો હતો. પરમેશ્વરે એણે મહાન સમત્કારો કરવા હાટુ અને હારા હમાસારનું શિક્ષણ આપવા લાયક બનાવ્યો છે. અને લોકોએ વિસારયું કે, ઈ અદભુત હતું.


જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.


પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.


આપોલસે શાસ્ત્રથી સાબિત કરીને બતાવ્યું કે ઈસુ જ મસીહ છે, અને જે યહુદી લોકો એનાથી વાદ-વિવાદ કરતાં હતાં, એને વચનથી કય કયને બધાયની હામે એની વાતોનો વિરોધ કરતો ગયો.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


ન્યા હો સિપાયોના અધિકારીને એલેકઝાંન્ડ્રિયાનું શહેરના એક વહાણ ઈટાલી પરદેસ જાતા મળ્યા, અને એણે અમને ઈ વહાણ ઉપર સડાવી દીધા.


પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.


અને મુસાએ મિસર દેશના લોકોને બધુય જ્ઞાન શીખવવામાં આવ્યું, અને ઈ વાતસીત કરવા અને કામ કરવામા તાજો માજો હતો.


હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું”


અને સાથી વિશ્વાસી ભાઈ આપોલસને મેં બોવ પ્રોત્સાહિત કરયો છે કે, બીજા વિશ્વાસીઓની હારે જે તમને મળવા આવ્યા હતા, પણ એણે આ વખતે જાવાની કાય પણ ઈચ્છા નોતી, જઈ તક મળશે તઈ આવી જાય.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મેં ઈ વાતો તમારી હાટુ દાખલા તરીકે મને પોતાના અને આપોલસને લાગુ કરવામાં આવી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે, જે લખવામાં આવ્યું છે, એની હદ બારે જાવું નય અને એકનાં પક્ષમાં રયને બીજાની વિરુધ કોય અભિમાન કરવુ નય.


કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”


મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.


ઝેનાસ યહુદી નિયમના શિક્ષક અને આપોલસ પોતાની મુસાફરી હાટુ નીકળે, તો તેઓની મદદ હાટુ જે કાય પણ તુ કરી હક, ઈ કરજે. નક્કી રાખજે કે, તેઓને પોતાની મુસાફરી હાટુ જે કાય પણ જરૂર હોય, ઈ તેઓની પાહે હોય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ