Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 18:23 - કોલી નવો કરાર

23 પછી થોડાક દિવસ રયને ઈ એલેકઝાંન્ડ્રિયા શહેરમાંથી વયો ગયો, અને એક બાજુ ગલાતિયા અને ફ્રુગિયામાં પરદેશોમાંથી થાતા બધાય વિશ્વાસી લોકોને વિશ્વાસમા મજબુત કરતો ગયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 18:23
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ નેકનામદાર થિયોફિલ, શરુઆતથી મે પોતે આની કાળજી રાખીને અભ્યાસ કરયો છે, જેથી મે તમારી હાટુ સોપડીમા આ બનાવોને નંબર પરમાણે લખવાનું વિસારુ.


મે પ્રાર્થના કરી કે, તુ તારો વિશ્વાસ ગુમાવતો નય, જઈ તમે મારી પાહે આવો તઈ તમારા ભાઈઓને વધારે મજબુત થાવામાં મદદ કરજો.


તઈ આભમાંથી એક સ્વર્ગદુત દેખાણો જે ઈસુને બળ આપતો હતો.


અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”


યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા.


પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા.


પાઉલ અને સિલાસ જેલખાનામાંથી નીકળીને લુદીયાના ઘરે ગયા, અને વિશ્વાસી લોકોને મળીને દિલાસો આપ્યો અને ન્યાંથી વયા ગયા.


પાઉલ અને એના સાથીઓ ફ્રુગિયા અને ગલાતિયાના પરદેશોમા થયને ગયા, કેમ કે પવિત્ર આત્માએ એને આસિયા પરદેશમા વચન હભળાવવાની ના પાડી હતી.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


આપડામાના કેટલાક ફ્રુગિયાના અને પમ્ફૂલીયા પરદેશના, અને બીજા મિસર દેશના અને કુરેની શહેરની નજીકના લીબિયા દેશના. હજી આપડામાના બીજા જેઓ રોમન શહેરથી યરુશાલેમ શહેર આવનારા બધાય યહુદી પ્રવાસી,


હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.


ભાઈઓ અને બહેનો હું પોતે અને આયની ગલાતિયા પરદેશની બધીય મંડળીઓને વિશ્વાસી જુથોને સલામ કેતા આ પત્ર લખી રયો છું.


જેવું અમે પેલાથી તમને કીધું છે, એવું જ હું હવે પાછુ કવ છું કે, ઈ હારા હમાસારને મુકીને જેને તમે અપનાવા છે, જો કોય ઈ ખોટા; હારા હમાસાર હંભાળાવે છે તો ઈ હરાપિત થાય.


અને મારી બીમારીએ તમારી હાટુ બોવ કઠણાઈ ઉભી કરી, પણ તમે મને નીસો નો દેખાડો અને તમે મને બારે પણ નથી કાઢયો, પણ તમે મને એવી જ રીતેથી અપનાવ્યો છે જેમ તમે પરમેશ્વરનાં એક સ્વર્ગદુતને કા પોતે ઈસુ મસીહને અપનાવ્યો છે.


અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.


ઈ હાટુ આ વાતોથી એકબીજાને દિલાસો આપ્યા કરો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ