જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.
કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
અને સાથી વિશ્વાસી ભાઈ આપોલસને મેં બોવ પ્રોત્સાહિત કરયો છે કે, બીજા વિશ્વાસીઓની હારે જે તમને મળવા આવ્યા હતા, પણ એણે આ વખતે જાવાની કાય પણ ઈચ્છા નોતી, જઈ તક મળશે તઈ આવી જાય.