યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”
“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”
ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે.