ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.
તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.
હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.