9 ઈ હાટુ તેઓએ યાસોન અને બાકીના લોકોને જામીન ઉપર છોડી મુકયા.
પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી.
જઈ ટોળાએ અને શહેરના અધિકારીઓએ આ વાતો હાંભાળી, તો તેઓ ગુસ્સે થય ગયાં.