Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 17:5 - કોલી નવો કરાર

5 પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 17:5
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ઈ જાણતો હતો કે, તેઓએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે.


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.


પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.


પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા.


પણ જઈ ઈ એને નો મળ્યા, તઈ રાડો નાખીને યાસોન અને થોડાક વિશ્વાસી લોકોને શહેરના અધિકારીઓની પાહે ખેસીને લય ગયા, અને એને કેવા મંડયા કે, “ઈ માણસો જેણે જગતમાં ઉથલ-પાથલ કરી નાખી છે, ઈ આયા હોતન આવી ગયા છે.


અને યાસોને એને પોતાના ઘરમાં રાખ્યા છે, ઈ બધાય રોમી સમ્રાટની આજ્ઞા વિરોધમાં કામ કરે છે; અને કેય છે કે, હજીય બીજો રાજા છે, જેનું નામ ઈસુ છે, અને રોમી સમ્રાટનો વિરોધ કરે છે.”


ઈ હાટુ તેઓએ યાસોન અને બાકીના લોકોને જામીન ઉપર છોડી મુકયા.


જઈ ગાલિયો અખાયા પરદેશમા અધિકારી હતો, તો યહુદી લોકો એક એક કરીને પાઉલની ઉપર સડી બેઠા, અને એને ન્યાયાસન આગળ લીયાવીને કેવા લાગ્યા.


મને બીક છે કે અધિકારીઓ આ બધીય દેકારાની વિષે હાંભળશે અને કેહે કે, આપડે રોમી સરકારની હામે જાવાની કોશિશ કરી રયા છયી, ઈ હાટુ કે હુલ્લડનું કોય કારણ નથી, અને અપાડે આ ટોળામાં ભેગા થાવાનો કોય જવાબ નો આપી હકશે.”


યાકૂબના દીકરા એના ભાઈ યુસફની ઈરસા કરીને એને મિસર દેશમા એક ચાકર તરીકે વેસી નાખ્યો, પણ પરમેશ્વર એની હારે હતો.


તિમોથી મારો સાથીદાર અને લુકિયસ અને યાસોન અને સોસીપાતર મારા સાથી યહુદી લોકો, તેઓ તમને સલામ કેય છે.


કેમ કે તમે હજી સંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ અને બાધણા છે, ઈ હાટુ શું તમે સંસારિક નથી, અને સંસારિક માણસોની માફક વર્તતા નથી?


હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો.


ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.


ઈ હાટુ આપડે ગર્વ નો કરવો જોયી, આપડે એક-બીજાને ખીજાવું નો જોયી કે, આપડે એક-બીજાની ઈર્ષા નો કરવી જોયી.


તમે ઘણાય દુખમાં હતાં તો પણ તમે પવિત્ર આત્મા દ્વારા આપેલા સંદેશાનો આવકાર કરીને તમે, અમારી અને પરભુ ઈસુ મસીહની જેમ જીવન જીવ્યા.


આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ