34 પણ થોડાક માણસો એની હારે મળી ગયા, અને તેઓએ પરભુ ઉપર વિશ્વાસ કરયો, જેમાં દીઓનુસીઅસ જે એરિયોપાગસની મંડળીનો સભ્ય હતો, અને દામરીસ નામની એક બાય હતી, અને એની હારે બીજા થોડાક લોકો હતા.
આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.