29 કેમ કે, “આપડે પરમેશ્વરનાં સંતાન છયી ઈ હાટુ આપડે આવું કોય દિવસ નો વિસારવું જોયી કે, ઈશ્વર હોનું, સાંદી કે પાણાની જેવા છે, જેને માણસે પોતાના હાથની કારીગરી અને પોતાની હંમજણ પરમાણે બનાવ્યા.
તમે જોતા અને હાંભળો છો કે ખાલી એફેસસ શહેરમાં જ નય, પણ આસિયા પરદેશના બધાય ગામોમાં આ કયને, આ પાઉલે બોવ લોકોને હંમજાવ્યા અને ભરમાંવ્યા પણ છે કે, માણસોના હાથે બનેલી આ મૂર્તિઓમાં પરમેશ્વર નથી.