28 જેવું કે કોયે લખ્યું છે કે, ઈ આપડી હારે છે જેથી આપડે જીવી, હાલી, ફરી, અને આપડે બનેલા રેયી. ઠીક એમ જ જેવું તમારા કવિઓએ પણ કીધું છે, “આપડે તો એના વંશના છયી.”
ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.
ક્રીત ટાપુમાં રેનારામાંથી એક, બુદ્ધિશાળી માણસે તેઓના વિષે કીધું છે કે, ક્રીતના લોકો સદાય ખોટુ બોલે છે. ઈ જંગલી જનાવરની જેમ વેવાર કરે છે, આળસુ અને પેટભરા છે.
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.