27 પરમેશ્વરે એવુ ઈ હાટુ કરયુ કે લોકો એને ગોતે, અને કદાસ એને ગોતીને આશા પામે, તો પણ ઈ આપડામાંથી કોયનાથી પણ આઘા નથી.
તો પણ પોતાના ભલા કામો દ્વારા પોતાના વિષે સાક્ષી દેતો રયો, ઈ આભથી વરસાદ અને અલગ-અલગ ઋતુથી દરેક મોસમમા અનાજ ઉગાડીને તમને ખાવાનું દયને રાજી કરતો રયો.”
ઈ હાટુ કે, બાકી બધાય બીજી જાતિના લોકો જેને મે આપડા લોકો હોવા હાટુ ગમાડીયા છે, પરભુને ગોતે,
કેમ કે, પરમેશ્વરનાં સામર્થ્ય અને ગુણને નથી જોય હકાતા પણ આ વાતોને પરમેશ્વરે જગતની શરુઆતથી પોતાની બનાવેલ બધીય વસ્તુઓ દ્વારા બતાવું છે એટલે ઈ લોકો કોય બાનું કાઢી હકે એમ નથી કે, ઈ પરમેશ્વરને નથી જાણતા.
શું તુ પરમેશ્વરની દયા, સહનશીલતા અને ધીરજની મુડીને નકામી ગણ છો? અને શું આ નથી હમજતો કે, પરમેશ્વરની દયા તને તારા પાપોથી પસ્તાવો કરવાનું શીખવાડે છે?