26 એણે એક જ માણસની બધીય જાતિના લોકોને હારી ધરતી રેવા હાટુ બનાવી, અને એના ઠરાવેલા વખત અને એના રેવાની સીમાઓને બાંધી છે,
તો પણ પોતાના ભલા કામો દ્વારા પોતાના વિષે સાક્ષી દેતો રયો, ઈ આભથી વરસાદ અને અલગ-અલગ ઋતુથી દરેક મોસમમા અનાજ ઉગાડીને તમને ખાવાનું દયને રાજી કરતો રયો.”
આ ઈ જ પરભુ કેય છે, જે જગત બનાવ્યા પેલાથી જ આ વાતોને પરગટ કરતો આવ્યો છે.”
કેમ કે જેમ આદમમાં બધાય મરે છે, એમ મસીહમાં બધાય જીવતા થાહે.
પેલો માણસ પૃથ્વીથી એટલે કે ધૂળનો હતો. મસીહ, જો કે, બીજો માણસ છે, જે સ્વર્ગમાંથી આવ્યો છે.
તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.