ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.
પણ થોડાક માણસો એની હારે મળી ગયા, અને તેઓએ પરભુ ઉપર વિશ્વાસ કરયો, જેમાં દીઓનુસીઅસ જે એરિયોપાગસની મંડળીનો સભ્ય હતો, અને દામરીસ નામની એક બાય હતી, અને એની હારે બીજા થોડાક લોકો હતા.
તઈ એફેસી શહેરમાં નગરશેઠના લોકોને શાંત કરીને કીધું કે, “હે એફેસસ શહેરમાં રેનારા લોકો, કોણ નથી જાણતો કે એફેસસ શહેરના લોકોનું મહાન દેવી આર્તેમિસ મંદિરમાંથી દેખરેખ કરે છે, અને એની મૂર્તિ આભમાંથી પડી હતી.