ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.
આપડામાના કેટલાક ફ્રુગિયાના અને પમ્ફૂલીયા પરદેશના, અને બીજા મિસર દેશના અને કુરેની શહેરની નજીકના લીબિયા દેશના. હજી આપડામાના બીજા જેઓ રોમન શહેરથી યરુશાલેમ શહેર આવનારા બધાય યહુદી પ્રવાસી,
અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.