Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 17:2 - કોલી નવો કરાર

2 અને પાઉલ પોતાની રીત પરમાણે એની પાહે ગયો, અને ત્રણ આરામના દિવસ હુધી શાસ્ત્ર પરમાણે એની હારે વાદ-વિવાદ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 17:2
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”


અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,


ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.


પાઉલ અને બાર્નાબાસ પેર્ગા શહેરની આગળ વધીને ગલાતી પરદેશના પિસીદીયા જગ્યાની પાહે અંત્યોખ શહેરમાં પુગ્યા, અને વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને બેહી ગયા.


તેઓ સાલામિસ શહેરમાં પુગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરમેશ્વરનાં વચનનો પરસાર કરયો, યોહાન જે માર્ક કેવાય છે, ઈ તેઓની મદદ કરવા હાટુ તેઓની હારે હતો.


ઈકોનીયા શહેરમાં એવું થયુ કે, પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, અને ન્યા એવી સાક્ષી આપી કે, યહુદીઓ અને બિનયહુદી લોકોમાંથી ઘણાય બધાએ વિશ્વાસ કરયો છે.


વિશ્વાસી લોકોએ તરત રાતે પાઉલ અને સિલાસને બેરિયા શહેરમાં મોકલી દીધા, અને ઈ ન્યા પૂગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં ગયા.


ઈ હાટુ ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદી લોકો અને પરમેશ્વરની બીક રાખનારા બીજી જાતિના ભજનકરનારા લોકોને, અને સોકમાં જે લોકો એને મળતા હતાં, એની હારે કાયમ વાદ-વિવાદ કરયા કરતાં હતા.


પાઉલ દરેક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં વાદ-વિવાદ કરીને યહુદી અને બિનયહુદીઓને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું હમજાવતો હતો.


તઈ પાઉલે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં જયને ત્રણ મયના બીક રાખ્યા વગર બોલતો રયો, અને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાદ-વિવાદ કરતો અને હમજાવતો રયો.


જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”


તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.


તઈ ફિલિપે બોલવાનું સાલુ કરયુ એને શાસ્ત્રમા ઈ જ પાઠમાંથી લયને ઈ માણસ જે ઈસુના હારા હમાસાર હાંભળા, અને એણે ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


અને ઈ તરત દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરસાર કરવા મંડો કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે.


મે તમને ઈ બધાયથી ખાસ સંદેશો કીધો જે મને મળ્યો હતો. જે સંદેશો આ છે કે, શાસ્ત્રવચનો પરમાણે મસીહ આપડા પાપો હાટુ મરી ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ