Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 17:18 - કોલી નવો કરાર

18 તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 17:18
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ, ડુંઘરા ઉપરથી નીસે બીજા ચેલાઓની પાહે પાછા આવ્યા તો જોયું કે, તેઓની સ્યારેય બાજુ મોટુ ટોળું ભેગુ થયુ હતું અને યહુદી નિયમના શિક્ષકો એની હારે માથાકૂટ કરી રયા છે.


ઈસુએ આ કેવાનું પુરું કરયા પછી ઈ ન્યાંથી નીકળો. પછી યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એની વિરુધમાં ઉશ્કેરવા લાગ્યા. તેઓ ઘણીય બધીય બાબતો વિષે સવાલો પુછયા.


કે મસીહને દુખ ઉપાડવું પડશે, અને ઈ જ બધાયની પેલા મરણમાંથી પાછો જીવતો થયને, યહુદી લોકોમા અને બિનયહુદી લોકોમા તારણનો પરસાર કરશે.


એને બોવ રીહ સડી, કેમ કે પિતર અને યોહાન ઈસુના વિષે લોકોને શીખવાડતા હતાં કે, લોકો મરી ગયા છે, પરમેશ્વર એને પાછા જીવતા કરી દેહે, જેવી રીતે ઈસુને મરેલામાંથી જીવતા કરી દીધો.


ઈ પછી ગમાડેલા ચેલાઓ કાયમ મંદિર બાજુ ઘરે-ઘરે હારા હમાસાર દેવા અને પરચાર કરતાં હતાં કે, ઈસુ જ મસીહ છે.


પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.


પોતે બુદ્ધિમાન છે એવું હમજતા તેઓ મુરખ થયા.


ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે.


મસીહ હાટુ અમે લોકો મુરખ પણ તમે મસીહમાં બુદ્ધિશાળી છો! અમે નબળા પણ તમે શક્તિશાળી છો! અને તમે માન પામનારા અને અમે અપમાન પામનારા થયા છયી.


સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ