ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.
પણ એની પેલા કે એણે સદોમનો વિનાશ કરયો, એણે લોતને જે એક હારો માણસ હતો, શહેરથી કાઢી મુકયો અને એવી રીતે એને બસાવી લીધો. લોત બોવજ દુખી હતો કેમ કે, સદોમ શહેરના લોકો કોય પણ નિયમને માનતા નોતા અને શરમજનક કામો કરતાં હતા.