15 ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.
ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.
જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.