13 પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા.
પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી.
બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.