40 પાઉલ અને સિલાસ જેલખાનામાંથી નીકળીને લુદીયાના ઘરે ગયા, અને વિશ્વાસી લોકોને મળીને દિલાસો આપ્યો અને ન્યાંથી વયા ગયા.
એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
લુદીયા નામની થુઆતૈરા શહેરના બોવ મોધા લુગડા વેસનારી અને પરમેશ્વરનુ ભજન કરનારી બાય હતી, પરભુએ એનુ મન ખોલ્યું કે પાઉલની વાતો ઉપર ધ્યાન લગાડે.
લુસ્ત્રા અને ઈકોનીયા શહેરના વિશ્વાસી લોકોમા એની આબરૂ હતી.
પિતર અને યોહાન ન્યાંથી છુટીને બીજા વિશ્વાસી લોકોની પાહે ગયા, અને જે કાય મુખ્ય યાજકો અને વડીલોએ કીધું હતું ઈ બધુય કય દીધું.