4 પાઉલ અને એના સાથી શહેર-શહેર જાતા હતા ઈ નિયમોને, જે યરુશાલેમ શહેરમાં ગમાડેલા ચેલાઓ અને વડવાઓએ ઠરાવ્યા હતાં, એનુ પાલન કરવા હાટુ, વિશ્વાસી લોકોને પુગાડવામાં આવતાં હતા.
જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.
જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.