38 સિપાયોએ આ વાત અમલદારોને કીધી અને ઈ આ હાંભળીને કે, પાઉલ અને સિલાસ રોમન નાગરીકો છે, તઈ તેઓ બીય ગયા.
ઈ હાટુ હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને મારી નાખવા ઈચ્છતો હતો, પણ લોકોથી ઈ બીતો હતો, કેમ કે તેઓ યોહાનને આગમભાખીયો માનતા હતા.
તેઓ ઈસુને પકડવા ઈચ્છતા હતા, પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, લોકો એને આગમભાખીયો માનતા હતા.
જઈ લોકો તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને રાજ્યપાલો અને અધિકારીઓની હામે લય જાહે તો, ઉપાદી નો કરતાં કે, અમે કેવી રીતે જવાબ દેહુ કે શું કેહું.
બીજે દિવસે હવારમાં અમલદારોએ સિપાયની હારે જેલખાનાના સોકીદારને કેવડાવ્યુ કે, ઈ માણસોને છોડી દયો.
તઈ જે લોકો એને પારખવાના હતાં, ઈ તરત એની પાહેથી હટી ગયા, અને સિપાય દળનો સરદાર પણ આ જાણી કે ઈ રોમી છે અને મે એને બાંધ્યો છે, બીય ગયો.