36 જેલખાના સોકીદારોએ ઈ વાત પાઉલને કીધી કે, “અમલદારે તમને છોડી દેવાની આજ્ઞા આપી છે, ઈ હાટુ હવે નીકળીને શાંતિથી વયા જાવો.”
ઈસુએ એને કીધુ કે, “દીકરી મારી ઉપર વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકુ છું, એટલે તુ, શાંતિથી જા કેમ કે, તુ તારી બીમારીથી પુરી રીતે હાજી થય છો.”
હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .
યહુદા અને સિલાસ થોડાક દિવસ રયા પછી, વિશ્વાસી લોકોએ તેઓને શાંતિનો આશીર્વાદ દેયને યરુશાલેમની મંડળીમાં પાછા મોકલી દીધા.
બોવ ફટકા મારીને તેઓને એણે જેલખાનામાં નાખી દીધા, અને જેલખાનામાં સોકીદારોને આજ્ઞા આપી કે, એની હારી રીતે રખેવાળી કરે.
જેલખાનાનો સોકીદાર જાગી ગયો, અને જેલખાનાના કમાડ ખુલા જોયને આ હમજ્યો કે અપરાધી ભાગી ગયા છે, ઈ હાટુ એણે તલવાર ખેસીને પોતાની જાતને મારી નાખવાની કોશિશ કરી.
બીજે દિવસે હવારમાં અમલદારોએ સિપાયની હારે જેલખાનાના સોકીદારને કેવડાવ્યુ કે, ઈ માણસોને છોડી દયો.