3 પાઉલની ઈચ્છા હતી કે ઈ એની હારે જાય, અને જે બિનયહુદી લોકો ઈ જગ્યામાં રેતા હતા એને લીધે એણે એની સુનન્ત કરી, કેમ કે, ઈ બધુય જાણતા હતા કે, તિમોથીનો બાપ ગ્રીક દેશનો રેવાસી હતો.
પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.
કેમ કે, પરમેશ્વર, સુન્નતીઓનો યહુદીઓની વસ્સે એક ગમાડેલો ચેલો થાવા હાટુ પિતરની નિમણુક કરી છે, આ ઈ જ હતો જેણે મને બિનયહુદીઓ વસ્સે ગમાડેલો ચેલો થાવા હાટુ નિમણુક કરયો.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.