જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”
સાવધાન રેજે, જે શેતાનની સભાના છે, જે કેય છે કે, અમે યહુદી લોકો છયી, પણ તેઓ યહુદી નથી, ઈ ખોટુ બોલે છે હું તેઓની પાહે એવુ કરાવય, કે ઈ આવીને તારા પગ આગળ નમશે, અને મે તારા ઉપર પ્રેમ રાખ્યો છે એવુ ઈ જાણશે.