તઈ ઈ પેલી અને બીજી સોકીમાંથી નીકળીને લોખડના દરવાજાની પાહે પુગ્યા, જેનો મારગ શહેરની બાજુ જય રયો છે. ઈ દરવાજો એની હાટુ પોતાની મેળે જ ખુલી ગયો, અને તેઓ નીકળીને એક જ બજારમાં થયને ગયા, એટલામા સ્વર્ગદુત એને મુકીને વયો ગયો.
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.