15 જઈ એને પોતાના બધાય પરિવારની હારે જળદીક્ષા લીધી. તો એણે આપને વિનવણી કરી કે, “જો તમે મને પરભુ ઉપર વિશ્વાસ કરનારી હમજો છો, તો આવીને મારા ઘરમાં રયો,” અને ઈ અમને મનાવીને લય ગય.
જે માણસ આગમભાખીયાને નામે જે આગમભાખીયો માનીને સ્વીકાર કરે છે, ઈ આગમભાખીયા પરમાણે ફળ પામશે; જે ન્યાયી જાણીને ન્યાયીઓનો સ્વીકાર કરે છે, ઈ ન્યાયી પરમાણે ફળ પામશે.
તઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદાર ક્રિસ્પસેતે પોતાના બધાય પરિવારની હારે ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને ઘણાયે કરિંથી શહેરમાં રેનારા લોકોને પણ હાંભળીને પરભુ ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લીધી.
પણ જઈ ઈ લોકોએ ફિલિપને પરચાર દ્વારા પરમેશ્વરનાં રાજ્ય અને પરભુ ઈસુ મસીહના નામના હારા હમાસાર હાંભળ્યા તો એણે ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરયો, અને બોવ માણસો અને બાયુએ વિશ્વાસ કરીને જળદીક્ષા લીધી.
ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.
હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.
હે મારા વાલા મિત્ર, તે ઈમાનદારીથી આપડી હારે આપડા સાથી વિશ્વાસી ભાઈઓને મદદ કરવા હાટુ બોવ કામ કરયુ છે, જે ગામે ગામ જયને પરચાર કરનારા સેવક ન્યા હુધી કે, તુ ઈ લોકોની પણ મદદ કરે છે જેને તુ ઓળખતો નથી.