ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.
અને જઈ મંડળી જુદી પડી, તો યહુદી લોકો અને બિનયહુદીમાંથી યહુદી બનેલા ભજનકરનારા લોકોમાંથી બોવ બધાય પાઉલ અને બાર્નાબાસની વાહે-વાહે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, તેઓએ ઈ લોકોની હારે વાતો કરીને હંમજાવ્યા કે, પરમેશ્વરની કૃપામાં બનેલા રયો.
પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.
ન્યાંથી નીકળીને ઈ તિતસ યુસ્તસના નામે એક પરમેશ્વરનાં ભગતના ઘરમાં શીખવાડવા હાટુ આવ્યો, જે બીજી જાતિના હતાં, અને જેનું ઘર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાની પાહે હતું.
તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો.
હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.
ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”