13 વિશ્રામવારના દિવસે તેઓ શહેરના દરવાજાની બારે નદી કાઠે આ હમજીને ગયા કે ન્યા યહુદી લોકોની પ્રાર્થના કરવાની જગ્યા હશે, અને ન્યાં બેહીને ભેગી થયેલી બાયુ હારે વાતુ કરશું.
પાઉલ અને બાર્નાબાસ પેર્ગા શહેરની આગળ વધીને ગલાતી પરદેશના પિસીદીયા જગ્યાની પાહે અંત્યોખ શહેરમાં પુગ્યા, અને વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને બેહી ગયા.
જઈ પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી નીકળતા હતાં, તઈ કેટલાક લોકો તેઓને વિનવણી કરવા લાગયા કે, આગળના વિશ્રામવારના દિવસે અમારે આ વાતો પાછી હંભળવી છે.
જઈ અમે પ્રાર્થના કરવાની જગ્યાએ જય રયા હતાં, તો અમને એક નોકરાણી મળી જેમાં એક એવી મેલી આત્મા હતી કે, જેની મદદથી ઈ લોકોનું ભવિષ્ય બતાવતી હતી, અને ઈ પોતાના શેઠ હાટુ બોવ કમાણી કરી દેતી હતી.
હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.
મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.
પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.