ન્યા પાઉલે રાતે એક દર્શન જોયું કે, મક્દોનિયા પરદેશમા રેનારો એક માણસ ઉભો રયને એને વિનવણી કરી રયો છે, “દરિયાની ઓલે પાર ઉતરીને મકદોનિયા પરદેશમા આવ, અને અમારી મદદ કર.”
જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.