Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:5 - કોલી નવો કરાર

5 પણ ફરોશી ટોળાના લોકોમાંથી જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી કેટલાક લોકો ઉભા રયને કીધું કે, “બીજી જાતિના વિશ્વાસી ભાઈઓને સુન્‍નત કારાવી અને મુસાના નિયમ પાળવાની આજ્ઞા દેવી જોયી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:5
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”


પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્‍નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”


આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.


તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.


પણ હું તારી હામે અપનાવું છું કે, આ યહુદી આગેવાનોને લાગે છે, કે હું મસીહના મારગનુ પાલન કરું છું, જેને ઈ ખોટો મારગ કેય છે, પણ હું તારી હામે આ માની લવ છું કે, હું ઈ જ મારગ પરમાણે પોતાના બાપા દાદાના પરમેશ્વરનુ ભજન કરું છું, અને જે વાતો નિયમમાં અને આગમભાખીયાની સોપડીમા લખી છે, ઈ બધાય ઉપર વિશ્વાસ કરું છું


કેમ કે, અમે ઈ માણસને અશાંતિ ફેલાવનારો અને જગતની હારે યહુદી લોકોમા ભેદભાવ કરનારો, અને આ એક ટોળાનો આગેવાન પણ છે, જેણે નાઝરેથનો ઈસુ કેવામાં આવે છે.


પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”


તઈ પ્રમુખ યાજક અને એના સાથી જે સદુકી ટોળાના લોકો હતાં, તેઓ ગમાડેલા ચેલાઓ થી ઈરસા કરતાં હતા.


દાખલા તરીકે જઈ એક યહુદી પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, તો એને પોતાના યહુદી થાવાનો ત્યાગ કરવાની જરૂર નથી. અને આ પરકારે ઈ પણ જો કોય માણસ જે બિનયહુદી છે, પરભુમાં વિશ્વાસ કરે છે, તો એને યહુદી બનવા હાટુ સુન્‍નત કરવાની જરૂર નથી.


પણ પછી એક દિવસ પિતર અંત્યોખ શહેરમાં આવ્યો, તો મારે બીજા વિશ્વાસુઓની હામેં એને ખીજાવું પડયું કેમ કે, જેમ ઈ જાહેર કરી રયો હતો ઈ ખોટુ હતું.


પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ