Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 15:4 - કોલી નવો કરાર

4 જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 15:4
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જે તમારો સ્વીકાર કરે છે, ઈ મારો પણ સ્વીકાર કરે છે, અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.


તેઓએ એવુ જ કરયુ, અને બાર્નાબાસ અને શાઉલના હાથે વડવા પાહે રૂપીયા મોકલી દીધા.


તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા.


જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.


તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.


ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.


તઈ ગમાડેલા ચેલાઓ અને વડવાઓ આ વાતોના વિષે વિસાર કરવા હાટુ ભેગા થયા.


પાઉલ અને એના સાથી શહેર-શહેર જાતા હતા ઈ નિયમોને, જે યરુશાલેમ શહેરમાં ગમાડેલા ચેલાઓ અને વડવાઓએ ઠરાવ્યા હતાં, એનુ પાલન કરવા હાટુ, વિશ્વાસી લોકોને પુગાડવામાં આવતાં હતા.


જઈ આપોલસે નક્કી કરયુ કે ઈ દરિયામાંથી થયને આગળ અખાયા પરદેશમા જાહે, તો વિશ્વાસી લોકોએ હિમંત આપીને જાવા દીધા, અને અખાયા પરદેશમા વિશ્વાસી લોકોને લખ્યું કે, ઈ આપોલસને ગ્રહણ કરે, અને એણે ન્યા પૂગીને ઈ લોકોને વિશ્વાસ વધારવામાં મોટી મદદ કરી, જેઓએ કૃપાના કારણે વિશ્વાસ કરયો હતો.


જઈ અમે યરુશાલેમ શહેરમાં પુગીયા, તો વિશ્વાસી ભાઈઓ અને બહેનોએ મોટા આંનદની હારે અમારું સ્વાગત કરયુ.


તઈ એણે એને સલામ કરીને, જે જે કામ પરમેશ્વર એની સેવા દ્વારા બિનયહુદી લોકોની હારું કરતાં હતાં, એક-એક કરીને બધાય બતાવ્યા.


મસીહે મારા દ્વારા જે કરયુ છે હું ઈ કેવા હાટુ સાહસી છું, હું બિનયહુદી લોકોને પરમેશ્વરનું પાલન કરાવવામાં સક્ષમ છું, જઈ તેઓએ મારા શબ્દોને હાંભળ્યા અને મારા કામોને જોયા તો તેઓએ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.


ઈ હાટુ એક-બીજાને અપનાવો ન્યા હુધી કે, પરમેશ્વરની મહિમા કરવા હાટુ જેમ મસીહે તમને અપનાવ્યા છે, જેથી લોકો પરમેશ્વરની મહિમા કરશે.


પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.


જેમ કે પરમેશ્વરે બધાય લોકોને મસીહ દ્વારા પોતાની હારે જગતનો મેળ કરાવી દીધો છે, અને લોકોના પાપોનો આરોપ એની ઉપર લગાડતા નથી અને પરમેશ્વરે મેળ કરાવનારા વચનો આપણને હોપી દીધા છે.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.


જો કોય તમારી પાહે આવે, અને જો ઈ કાક એવુ શિક્ષણ આપતો હોય જે મસીહના શિક્ષણથી અલગ છે, તો એને નો તો ઘરમાં આવવા દયો, અને નો એને સલામ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ