અને યહુદીયા પરદેશના યહુદી લોકોની મદદની હાટુ રૂપીયા આપ્યા પછી, બાર્નાબાસ અને શાઉલ, યોહાનને જે માર્ક કેવાય છે, એને હારે યરુશાલેમ શહેરમાંથી અંત્યોખ શહેરમાં પાછા આવી ગયા.
અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.
અને જે એની પાહે આવતો હતો, ઈ બધાયને મળતો રયો અને હિમંતની હારે બીયા વગર, અને કાય રોકાયા વગરના પરમેશ્વરનાં રાજ્યનો પરસાર કરતો અને પરભુ ઈસુ મસીહની વાતો શીખવાડતો રયો.
આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.
અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.