34 પણ સીલાસે અંત્યોખ શહેરમાં રેવાનું નકકી કરયુ, પણ યહુદા એકલો જ યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો.
તઈ બાર્નાબાસ અન્તાકીયા શહેરથી શાઉલને ગોતવા હાટુ તાર્સસ શહેરમાં વયો ગયો.
યહુદા અને સિલાસ થોડાક દિવસ રયા પછી, વિશ્વાસી લોકોએ તેઓને શાંતિનો આશીર્વાદ દેયને યરુશાલેમની મંડળીમાં પાછા મોકલી દીધા.
પણ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખ શહેરમાં જ રય ગયા, અને બીજા ઘણાય બધાય લોકોની હારે પરભુ ઈસુના વચનનો પરચાર કરતાં અને હારા હમાસાર હંભળાવતા રયા.
જઈ આપોલસે નક્કી કરયુ કે ઈ દરિયામાંથી થયને આગળ અખાયા પરદેશમા જાહે, તો વિશ્વાસી લોકોએ હિમંત આપીને જાવા દીધા, અને અખાયા પરદેશમા વિશ્વાસી લોકોને લખ્યું કે, ઈ આપોલસને ગ્રહણ કરે, અને એણે ન્યા પૂગીને ઈ લોકોને વિશ્વાસ વધારવામાં મોટી મદદ કરી, જેઓએ કૃપાના કારણે વિશ્વાસ કરયો હતો.
અને સાથી વિશ્વાસી ભાઈ આપોલસને મેં બોવ પ્રોત્સાહિત કરયો છે કે, બીજા વિશ્વાસીઓની હારે જે તમને મળવા આવ્યા હતા, પણ એણે આ વખતે જાવાની કાય પણ ઈચ્છા નોતી, જઈ તક મળશે તઈ આવી જાય.